ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં આજરોજ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામનાં આગેવાનો તથા વાલીજનો હાજર રહ્યાં હતાં. પ્રારંભે સરસ ગામનાં આગેવાન હિતેશભાઈનાં હસ્તે આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સૌએ સરસ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓની હોંશભેર લિજ્જત માણી હતી. સદર કાર્યક્રમને લઈ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.