વિદ્યાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર દ્રારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની સિલ્વર જ્યુબિલી પોસ્ટ કાર્ડ લખીને ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લામા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની સિલ્વર જ્યુબિલી જિલ્લા લોક્વિજ્ઞાન કેંદ્ર દ્રારા વિરપુર શાળાની દિકરીઓએ પોસ્ટકાર્ડ લખી ઉજવાયો અને માતૂભાષાનુ ગૌરવ જાળવ્યુ.
આ પ્રસંગે જિલ્લા લોકવિજ્ઞાન કેંદ્રના ડાયરેક્ટર કેતનભાઇ શાહ દ્રારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિષે વિસ્તારથી સમજાવતા જણાવ્યુ હતુ કે ૧૯૯૯મા યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાનુ નક્કી કર્યુ. ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનુ નક્કી થયુ. વર્ષ ૨૦૦૦ થી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા તરીકે ઉજવાય છે. વિશ્વભરમા ૬૦૦૦ ભાષાઓ બોલાય છે. ભારતમા કુલ ૧૨૧ જેટલી ભાષાઓ બોલાય છે. પરંતુ બંધારણ મુજબ ૨૨ ભાષાઓને માન્યતા છે. સૌથી વધારે લોકોની માતૃભાષા હિન્દી છે. બાળકોને માતા તરફથી મળેલી ભાષા પરિવારમા બોલાતી ભાષા એટલે માતૃભાષા જે ભાષામા વિચારવાનુ લાગણીઓ અનુભવવાનુ તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત બાળક શિખ્યુ તે ભાષા એટલે માતૃભાષા. બાળક સાભળી સાભળીને માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાથી જ બાળક માતની ભાષા શીખવા લાગે છે તેથી તે માતૃભાષા કહેવાય છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.