સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે મીઠાપાણીમાં મોતી ઉછેર વિષય પર તાલીમ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા “મીઠાપાણીમાં મોતી ઉછેર” વિષય પર તારીખ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે યોજવામાં આવેલી છે. સદર કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે ઉત્કર્ષ દેશમુખ, DDM, NABRD TAPI Gujarat, કિરણ સાતપુતાજી, Director, RSETI, Indu Gam, Vyara અને ડો. સ્મિત લેન્ડે હેડ, સીઓઈ ઉકાઈ હજાર રહેલ હતા. સદર તાલીમમાં શ્રી સંજય વાળા, સિનિયર રિસર્ચ ફેલો દ્વારા મોતી ઉછેર બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને શ્રી હિતેશભાઈ ચૌધરી, પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રૅક્ટિકલ કરાવવામાં આવ્યું. સદર તાલીમમાં ૬૦ જેટલા ભાઈઓ અને બેહેનો ઉપસ્થિત રહેલ હતા. સદર તાલીમ અત્રેના વિસ્તારના ભાઈઓ અને બેહેનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.