અજાણ્યા વ્યક્તિના એક કોલ થકી મળી આવેલા એક મહિલાને સુરક્ષિત રીતે આશ્રય અપાવતા 181 અભયમ ટીમ ઉમરા સુરત

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગત રોજ એક અજાણ્યા વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે આશરે 45 વર્ષના એક પીડીતા ડુમસ વિસ્તારના મેન રોડ પર લગભગ 5 દિવસથી રખડે છે. તેઓ હેરાન પરેશાન જણાતા હોવાથી તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને માહીતી પુછતા કોઈ જવાબ ન આપતા તેમજ તેમની યાદદાસ્ત ઓછી અને અસ્થિર મગજ ના હોય તેમ જણાતા તેમની મદદ કરવાના આશયથી 181 અભયમમાં કોલ કરેલ છે.
આટલું જાણતા જ રેસ્ક્યું ટીમ ઉમરા સ્થળ પર પહોચી પીડીતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ વધારે કાઇ જણાવતા ન હતા. તેમની સાથે શાંતિથી વાત કરી આશ્વાસન આપી જણાવેલ કે તેઓ શાતિથી ઘરનું સરનામું યાદ કરે જેથી તેઓને ત્યા સુરક્ષિત પહોચાડી શકાય. પીડીતાનું કાઉન્સિલિંગ કરતા તેઓએ જણાવ્યુ કે તેમનુ સરનામું ભુસાવલ, જલગાંવ, મહારાષ્ટ્ર ના રહેવાસી છે. તેમના ઘરમાં તેમના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. બે મોટા ભાઈ છે. તેમનો એક દિકરો છે. જે સાસુ પાસે રહે છે. પીડીતા પિયરમાં રહેતા હતા મોટા ભાઈ-ભાભી દ્વારા તેમને હેરાનગતિ તેમજ મારપીટ કરવામાં આવતી જેથી પીડીતા મહારાષ્ટ્રથી ટ્રેનમાં બેસી સુરત આવ્યા. સુરતમાં આવ્યા તેમને 1 મહીનો થયેલ પીડીતા પાસે એક નાની બેગ જોવા મળી હતી જેની તપાસ કરતા તેમાથી કોઈ ડોક્યુમેન્ટ પણ મળ્યા ન હતા. પીડીતાને ઘરનું સરનામુ યાદ કરાવવા ઘણા પ્રયત્ન કરેલ તેમજ મોટાભાઈનો મોબાઇલ નંબર જણાવા પ્રયત્ન કરેલ પરંતુ પીડીતાને કાઇ જ યાદ ન આવ્યુ. પીડીતા પોતે ભાઈ પાસે તેમના ઘરે પરત જવા માગતા નથી તેમ જણાવેલ. પીડીતાના સુરત સીટીમાં કોઈ ઓળખીતું કે સબંધી ન મળતા તેઓને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.