ખેલમહાકુંભ 2025 ની ગોળાફેંક સ્પર્ધામાં કીમ પ્રાથમિક શાળાનાં શિક્ષિકાની સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કીમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં સાયન્સ ટીચર નીશાબેન પાટણવાડીયાએ જિલ્લા કક્ષાએ ઓપન કેટેગરીની ગોળાફેંક સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા બની કીમ પ્રાથમિક શાળા સહિત ઓલપાડ તાલુકાનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવારે તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમની આ સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય દિનેશચંદ્ર પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.