શિશુ/વિદ્યા ગુર્જરી શાળામાં વિવિધ ‘ડે’ની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/વિદ્યાગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા.10/02/2025 થી 14/02/2025 દરમિયાન વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી.
તા.10/02/2025 ના રોજ Craft/Clay work માં વિદ્યાર્થીઓએ માટીનો ઉપયોગ કરીને વાસણો, શાકભાજી, ફળો વગેરે અવનવી વસ્તુઓ બનાવી હતી. તા.11/02/2025, Yellow Day માં ફ્લાવર બૂકે મેકીંગમાં અવનવા ફૂલોનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના બૂકે તૈયાર કર્યા હતા. તા.13/02/2025 ના રોજ વેસ્ટ માંથી બેસ્ટમાં છાપા, સીંગદાણાના ફોતરાં, ઠંડા પીણાંની બોટલ, પૂંઠામાંથી ફોટો ફ્રેમ વગેરે સર્જનાત્મક કામગીરી દ્વારા બાળકોએ પોતાની અંદર રહેલી સર્જનકલાને નિખારી હતી. તા.14/02/2025 ના રોજ ‘ટ્રેડીશનલ ડે’ ની ઉજવણી કરવામાં આવી. એમાં અવનવા વસ્ત્ર પરિધાનો ધારણ કરીને વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ પૂર્વક ઉજવણી કરી.
આમ, વિવિધ પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ શાળાનાં સૌ શિક્ષકશ્રીઓએ પણ ખૂબ સરસ આયોજન કર્યું હતું અને સૌ શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રથમ વિજેતા થનાર વિદ્યાર્થીઓનાં નામો:
1) ક્રાફ્ટ વર્ક
-ગામીત સમીક્ષા
2) ક્લે વર્ક
– પટેલ યસ્વી
3) કાર્ડ મેકિંગ
-ગામીત પ્રશંસા
-ગામીત તિશા
-ગામીત પ્રિયંક
4) ફ્લાવર મેકિંગ
– ચૌધરી યસ્વી
-ધૂણે પ્રિશા
5) વેસ્ટ માંથી બેસ્ટ
– જૈન નિયતિ
-પાટીલ મેહુલ
-ગામીત કનિષ્કા
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.