પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં ઓલપાડની અસ્નાબાદ પ્રાથમિક શાળાનો દક્ષિણ ગુજરાતમાં ડંકો

દુહા, છંદ, ચોપાઈ સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થી હરમિલ વરીયા રાજ્ય કક્ષાએ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે)મ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા : ૨૦૨૪-૨૫ તા.૧૧/૦૨/૨૦૨૫ થી તા.૧૨/૦૨/૨૦૨૫ દરમિયાન દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા જિ. તાપી મુકામે યોજાઈ હતી. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી તથા વલસાડનાં જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
પ્રદેશ કક્ષાનાં આ કલા મહાકુંભની દુહા,છંદ,ચોપાઈ સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં ધોરણ-૭ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હરમિલ હિતેશભાઈ વરીયાએ પ્રથમ ક્રમે જ્યારે લોકવાર્તા સ્પર્ધામાં ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશી મુન્નાભાઈ વર્માએ તૃતિય ક્રમે વિજેતા બની સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કરેલ છે.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, જિલ્લા તથા તાલુકા સંઘનાં હોદેદારો, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાનાં આચાર્ય અમિત પટેલ પ્રેરિત અને ઉપશિક્ષિકા કલ્પના પટેલ માર્ગદર્શિત આ બંને વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવી આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.