ઓલપાડ અસ્નાબાદનાં યુવાનો શ્રધ્ધાપૂર્વક પ્રયાગરાજ જવા માટે રવાના

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મ સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ એટલે કુંભ મેળો. ભારતીય ઉપખંડ સહિત વિશ્વભરમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવનાર આસ્થાનાં મહાકુંભ પ્રયાગરાજ જવા માટે ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદનાં યુવાનો ખૂબ જ ઉત્સાહભેર અને શ્રદ્ધાપૂર્વક રવાના થયા હતાં. જ્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને તેઓ સમાજમાં સનાતન ધર્મ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.