કીમ નગરનું ગૌરવ: અશોક પટેલ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં નેશનલ હાઈવે વલથાણ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક બચુભાઈ પટેલે કાવ્યલેખન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કરી બી.આર.સી. પરિવાર, કીમ નગર સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. અશોક પટેલની આ ઝળહળતી સિદ્ધિ બદલ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કેન્દ્રાચાર્ય દિનેશ પટેલ સહિત બીઆરસી પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.