કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા હવે સમગ્ર તાપી જીલ્લામાં વિનામૂલ્યે હોમિયોપેથીક દવાનું વિતરણ
સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ , કાળીદાસ હોસ્પિટલ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાપી જિલ્લા શાખા મારફત કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શકિત વધારવા ઈમ્યુનીટી બુસ્ટર ડોઝ તરીકે સંપુર્ણ તાપી જીલ્લામાં હોમિયોપેથીક દવાનું વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસને WHO એ પેડેમીક જાહેર કરેલ છે . આજદિન સુધી દુનિયામાં આ નોવેલ કોરોના કોવિડ –૧૯ વાયરસની દવા કે વેકસીન શોધાયેલ નથી . ત્યારે આ મહામારી સામેની લડાઈના એક ભાગ રૂપે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ મુજબ સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ , કાળીદાસ હોસ્પિટલ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાપી જિલ્લા શાખા મારફત કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા ( ઈમ્યુનીટી બુસ્ટર ડોઝ તરીકે ) હોમિયોપેથીક દવાનું નિયમ મુજબનું જરૂરી સોશ્યલ ડીસ્ટેન્સીંગ રાખી કાળજીપૂર્વક તાપી જીલ્લાના ર ૯૬ ઉપરાંતના તમામ ગામના મળીને કુલ ૮ લાખથી વધુ લોકોના ઘરે ઘરે જઈને વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમ અંતર્ગત આજરોજ તાપી જીલ્લાના વાલોડ તાલુકાના દરેક ગામના તમામ લોકોને વિતરણ કરવા માટે તાપી જીલ્લાના કલેકટરશ્રી આર . જે . હાલાણી સાહેબ , જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહા સિંઘ અને પોલીસ અધિક્ષક શ્રી એન.એન. ચૌધરી સાહેબને સંસ્થાના ટ્રસ્ટીશ્રી સંજયભાઈ શાહ, મંત્રી રાકેશભાઈ કાચવાલા, માનદ નિયામકશ્રી ડૉ . અજયભાઈ દેસાઈના હસ્તે સુપરત કરવામાં આવી હતી . આ કાર્યક્રમ અંતર્ગત આગામી બે – ત્રણ દિવસમાં તાપી જીલ્લાના તમામ ગામો મળીને કુલ ૮ લાખથી વધુ લોકોને વિતરણ કરવામાં આવશે .