ગાંધી નિર્વાણ દિન : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં બાપુને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે દેશભરમાં અનેક સ્થળોએ સર્વધર્મ પ્રાર્થનાસભાઓનાં આયોજન સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવભીની અંજલિ અર્પણ કરવામાં આવી. જેને સમાંતર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં નિર્ધારિત સમયે બે મિનિટ મૌન પાળી ગાંધીજીની પ્રતિમા-તસવીર સમક્ષ નમન સાથે પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતાં.
શાળાઓમાં શિક્ષકો દ્રારા બાળકોને બાપુનાં શાંતિ, અહિંસા, સાદગી જેવાં આદર્શોનું પાલન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ સાથે દેશનાં નામી-અનામી શહીદોને પણ તેમનાં શૌર્યપૂર્ણ બલિદાનને યાદ કરી ભાવભીની અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં જણાવ્યા અનુસાર તાલુકાની કેટલીક શાળાઓમાં ગાંધીજી વિષયક નિબંધ, વક્તૃત્વ તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
