પીડિતાને તેના પ્રેમી અચાનક છોડીને જતા રહેતા ઉમરા અભયમ ટીમ સહારો બનીપીડિતાને તેના પ્રેમી અચાનક છોડીને જતા રહેતા ઉમરા અભયમ ટીમ સહારો બની

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : પીડિતાબેન એ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગતા જણાવેલ તેઓના પ્રેમી તેમને અચાનક છોડીને જતા રહ્યા છે અને હવે હુ એકલી પડી ગઇ છું.
આટલું સાંભળતા જ સુરત ઉમરા અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડીતાબેન એ આપેલ સરનામે પહોંચી હતી. સ્થળ પર પીડીતાબેન સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ ચાર વર્ષથી કોઈ એક વ્યક્તિને પ્રેમ કરે છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે. પીડિતાબેન તેમની સાથે રિલેશનશિપથી જોડાયેલ હતા પીડીતાબેન ઓડિશાના વતની છે તેઓ બે-ત્રણ મહિના ઓડીસા રોકાવા ગયા હતા ત્યાંથી પાછા સુરત રહેવા માટે આવ્યા ને પાંચ છ દિવસ થયા છે. પીડિતાબેનને આજે તેમના પ્રેમીએ મળવા માટે બોલાવેલ અને તેમની સાથે લઈ જવા માટે જણાવેલ આથી પીડીતાબેન તેમના પ્રેમીને બપોરના સમય દરમિયાન મળવા માટે આવેલ. કલાક સુધી પીડીતાબેન સાથે તેમના પ્રેમીએ વાતચીત કરેલ અને તેમની સાથે રહેવા માટે લઈ જવા અને લગ્ન કરવા માટે જણાવેલ ત્યારબાદ પીડીતાબેનને તેમના પ્રેમીએ જણાવેલ કે તું અહીં બેસ હું તને થોડી વારમાં લેવા માટે આવું છું માટે તું અહીં જ બેસજે તેમ કહી જતા રહેલ. પીડીતાબેન તેમના પ્રેમીની કલાકો સુધી રાહ જોવા છતાં તેઓ પીડીતાબેન ને લેવા માટે આવેલ નહીં તેમજ પીડિતાબેન એ તેમને ફોન કરતાં તેઓ ફોન પણ ઉપાડતા ન હતા. રાત્રિનો સમય થઈ જતા પીડીતાબેન એકલા પડી ગયા હતા. તેઓ ઘરેથી જાણ કર્યા વગર આવ્યા હોવાથી ઘરે જવા માટે પણ ડરતા હતા. આથી પીડીતાબેનને ક્યાં જવું અને શું કરવું તે કંઈ સમજાતું ન હોવાથી અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. પીડિતાબેનને તેમના પ્રેમીના ઘરનું સરનામું ખબર નથી પીડીતાબેને તેમના પ્રેમીનો સંપર્ક નંબર અભયમ ટીમને જણાવેલ તે નંબર પર સંપર્ક કર્યો પણ તેમના પ્રેમી ઉપાડતા ન હતા. આથી પીડીતાબેન ને કાયદાકીય માહિતી આપી સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ તેમ જ આશ્રય માટે સંસ્થાની પણ માહિતી આપેલ પીડિતાબેન ને ઘરે જવા માટે સમજાવેલ પરંતુ તેઓ ઘરે કિધા વગર આવ્યા હોવાથી ઘરે જવા માટે ડરતા હતા આથી તેમને અભયમ ટીમે હિંમત અને આશ્વાસન પૂરું પાડેલ આથી પીડિતાબેન એ તેમના ઘરનું સરનામું જણાવેલ. ત્યારબાદ પીડીતાબેનને 181 ટીમે ગાડીમાં બેસાડી આપેલ સરનામે તેમના ઘરે સહી સલામત લઈ ગયેલ અને પીડીતાબેનના પરિવારને સમજાવી પીડિતાબેન ને તેમના પરિવારને સોંપેલ છે. તે બદલ પીડિતાબેન અને તેમના પરિવાર એ સુરત ઉમરા અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.