સાતપુડાની ગોદમાં વસેલા નિઝર તાલુકામાં રોગ પ્રતિકારક શક્તિ વર્ધક સંશમની વટીનું વિતરણ કરતા ઉચ્ચાધિકારીઓ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા: ૧૪સાતપુડાની ગોદમાં વસેલા નિઝર તાલુકામાં રોગ પ્રતિકારક શક્તિ વર્ધક સંશમની વટીનું વિતરણ કરતા ઉચ્ચાધિકારીઓ: આયુષ મંત્રાલય દ્વારા સૂચિત દવાનું વિતરણ કરતા તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા નિઝર તાલુકાના સરહદી ગામોના પ્રજાજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક દવા સંશમની વટીની વિતરણ કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.
નિઝર તાલુકાના દરેક પ્રજાજન સુધી દવા પહોંચાડવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું છે, તેમ જણાવી શ્રી હાલાણીએ નિઝર સહિત વેલધા, વાંકા, અને મુબારકપુર ગામોમાં ઘર ઘર સુધી સંશમની વટી પહોંચાડવામા અહમ ભૂમિકા નિભાવનારા આશા બહેનો સહિત, આરોગ્યકર્મીઓ અને આયુર્વેદ શાખાના વોરિયર્સને સુચારુ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.
સાતપુડાની પર્વતમાળાની ગોદમાં વસેલા નિઝર તાલુકાના પ્રજાજનોને રોગ પ્રતિકારક શક્તિ વર્ધક દવાનું સેવન કરીને, તેમનો ઇમ્યુનિટી પાવર વધારવાની હાંકલ કરતા, જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંહે ગ્રામીણ આરોગ્ય કર્મીઓને તાલુકાનું એક પણ ઘર આ દવાના લાભથી વંચિત ન રહી જાય તેની કાળજી લેવાનો અનુરોધ કર્યો હતો.લL
નિઝર ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રાંત ઓફિસર (નિઝર) શ્રી એમ.ડી.દેસાઈ, પ્રાંત ઓફિસર (કુકરમુંડા) શ્રી વી.આર.યાદવ, મામલતદાર શ્રી સી.આર.સુથાર સહિત સ્થાનિક અગ્રણીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.જયશ્રીબેન ચૌધરી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.હર્ષદ પટેલે આરોગ્ય કર્મીઓને દવા વિતરણ અંગેની વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નિઝર તાલુકામાં આયુર્વેદિક દવા વિતરણના શરૂઆતી કાર્યક્રમ દરમિયાન નિઝરમાં 7416, વેલધા 7537, વાંકા 2107 તથા મુબારકપુરમાં 1635 લોકોને સંશમની વટીનું વિતરણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, રોગ પ્રતિકારક શક્તિ વર્ધક દવા વિતરણના આ કાર્યમાં ભૂસ્તરશાસ્ત્રી શ્રી ડી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ રેતી લીઝ ધારકો સર્વશ્રી મનોજ પાડવી, મહેશભાઈ નાકરાણી, રસિક કિકાની, અરવિંદ સોલંકી, હરેશ ચોવતિયા, દિનેશ સુહાગિયા , મયુર પંચોલી, નારણભાઈ ઓડ, ધ્રુવ સ્ટોન તરફથી સચિન,
વિગેરે લીઝ ધારકો હાજર રહી, સામાજિક દાયિત્વના ભાગરૂપે તેમનો આર્થિક સહયોગ પૂરો પડ્યો હતો
–