સોનગઢ નગરપાલિકા તેમજ કુકરમુંડા ગ્રામ પંચાયતોની ચુંટણી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.28, તાપી. રાજ્ય ચુંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આવતા મહીને તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫ યોજાવાની છે.
તાપી જીલ્લામાં સોનગઢ નગરપાલિકા તેમજ કુકરમુંડાની અમુક ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી થનારી છે. આ માટે અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર. બોરડ દ્વારા નોડલ અધિકારીઓની એક બેઠક જિલ્લા સેવા સદન ખાતે આયોજિત કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર તેમજ પોસ્ટલ બેલેટ, પ્રચાર-પ્રસાર, ટ્રાન્સપોર્ટેશન, ડેશબોર્ડની કામગીરી, મતદાર જાગૃતિ કાર્યક્રમ, ચુંટણી ખર્ચ દેખરેખ, પોલીંગ સ્ટાફ અને મેન પાવર, ઓબ્સર્વરની નોડલ કામગીરી, મટીરીયલ વ્યવસ્થાપન વગેરે જેવી કુલ 8 જેટલી વિવિધ ટુકડીઓનું ગઠન ચુંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યું છે. આ તમામ ટુકડીઓમાં વિવિધ નોડલ અધિકારીને પોતાના કાર્યક્ષેત્ર મુજબ કામગીરીની તાલીમ આપવામાં આવી હતી. શ્રી બોરડે જણાવ્યું હતું કે ચુંટણી પ્રક્રિયા સારી રીતે પૂરી થાય તે માટે તેને લગતી આનુંશાન્ગિક કામગીરી બહોળા પ્રમાણમાં કરવાની થતી હોય છે. આ પ્રક્રિયાનું સરળ અને અસરકારક રીતે સંચાલન થાય તે માટે તમામ નોડલ અધિકારીશ્રીઓએ એક બીજા સાથે સંકલનમાં રહી ને કામગીરી કરવી.
આ ઉપરાંત ટ્રેનીંગમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતવિસ્તાર, ભાગેડુ ગુનેગારોની વિગતો, લાઈસન્સ યુક્ત હથિયારો, પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એસ. નાયકને સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત જાહેરનામા, ઠરાવો, પરિપત્રો, ખર્ચની દેખરેખ, બુથની માહિતી જેવી પાયાની બાબતે અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર. બોરડે સૌને માહિતગાર કર્યા હતા.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.