લીંબી ગામ ખાતે કામધેનુ યુનિવર્સીટી દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત લીંબી ગામ ખાતે કામધેનુ યુનિવર્સીટી દ્વારા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિજ્ઞાનના અભ્યાસક્રમો માટે ૧૨માં ધોરણના વિધ્યાર્થીઓના વાલીઓ માટે એક દિવસીય પરિસંવાદનુ આજ રોજ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડો. રાજેશ વસાવા વરિષ્ટ સંશોધન સહાયક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં લીંબી ગામના ૫૦ વાલીઓ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમા લીંબી મત્સ્યોદ્યોગ મંડળીના મંત્રી શ્રી નારણભાઈ વસાવા હાજર રહેલ હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.