ઉચ્છલ એ.પી.એમ.સી. માર્કેટના ચેરમેન તરીકે સમીરભાઈ વસાવા વિજેતા

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ માર્કેટ યાર્ડ ચેરમેન પદની ચુંટણી યોજાઈ હતી જેમાં સમીરભાઈ વસાવા વિજેતા જાહેર કરવામાં આવ્યા.
તાપી જિલ્લા ઉચ્છલ એ.પી.એમ.સી. માર્કેટની ચૂંટણી પ્રક્રિયામાં ટોટલ 18 મત હતા, એમાંથી કોંગ્રેસ સમર્થિત પેનલના સમીરભાઈ દામજીભાઈ વસાવાને 12 મત મળેલ અને બીજેપી સમર્થિત પેનલના જયંતભાઈ ડેડીયાભાઈ ગામીતને 5 મત મળ્યા હતા. આમ ઉચ્છલ એ.પી.એમ.સી. માર્કેટના ચેરમેન તરીકે સમીરભાઈ દામજીભાઈ વસાવાને વિજેતા જાહેર કરાયા છે. વાઇસ ચેરમેન તરીકે સહકાર પેનલના બિનહરીફ રહેલ વળવી સકારામભાઈ રેશમાભાઈની નિમણૂક થઈ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.