વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની યજમાની હેઠળ યોજાશે એટહોમ કાર્યક્રમ

કલેક્ટર ડો. વિપિન ગર્ગે કાર્યક્રમનું સુચારું આયોજન, સુવિધા અને સુરક્ષાને લઈને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી
—
પૂર્ણ થયેલ કામગીરીનું જાત નીરિક્ષણ કરીને જરૂરી સૂચનો કરતાં કલેક્ટરશ્રી ગર્ગ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 22. :- તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગના નેતૃત્વમાં વહીવટી તંત્રના તમામ વિભાગો તાપી જિલ્લામાં પ્રથમ વાર યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે અસરકારક આયોજન, વ્યવસ્થાઓનું જાત નીરિક્ષણ કરીને ખુટતી કડીઓને જોડવાનું કાર્ય કરી રહ્યાં છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી થનાર છે, ત્યારે એટહોમ કાર્યક્રમ રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. જેને લઈને પ્રોટોકોલ પ્રમાણે આયોજન, આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થાઓ, સુવિધાઓ અને સુરક્ષાઓને લઈને કલેક્ટર ડો. વિપિન ગર્ગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
નોંધનીય છે કે, રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે. ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યા એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના યજમાન પદે સાંજે ૪.૩૦ કલાકે એટહોમ કાર્યક્રમ યોજાશે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.