ઘરેથી નીકળી આવેલ યુવતીને તેમના પરિવાર સાથે મિલન કરાવતી બારડોલી અને તાપી અભયમ્ ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરતના માંડવી તાલુકાનાં માંડવી પોલીસ સ્ટેશનમાંથી મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે એક યુવતીનો એક યુવક સાથે ત્રણ મહિના થી પ્રેમ સંબધ છે અને આજરોજ સવારે બસમાં બેસી તેમના બોયફ્રેન્ડને મળવા માટે આવ્યા હતા. પરંતુ તેમનો બોયફ્રેન્ડ મળવા માટે ન આવતા સાંજ સુધી રાહ જોયા બાદ તેઓ બસ સ્ટેશનથી ચાલતાં ચાલતાં માંડવી તાલુકાના મામલતદાર કચેરી ખાતે આવી પહોંચતા માંડવી પોલીસ સ્ટેશન જી.આર.ડી. સ્ટાફે યુવતીને પોલીસ સ્ટેશનમા જવાનુ કહેતા ત્યાં લઈ જતાં સુસાઈડ કરવાની ધમકી આપતા મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર દ્વારા 181 ને જાણ કરતા 181 ટીમ દ્વારા યુવતીનું કાઉન્સિલિંગ કરતાં યુવતીએ જણાવ્યુ કે તે તાપીના ડોલવણ તાલુકાના રહેવાસી છે. બારડોલી 181 ટીમ દ્વારા યુવતીને તાપી 181 ટીમને હેન્ડ ઓવર કરી તાપી 181 ની ટીમ દ્વારા તેમના પરિવારને યુવતીને હેન્ડઓવર કરી અને પરિવારને સમજાવતા કહ્યુ કે આવી રીતે ન નીકળી જાય તેનું ધ્યાન રાખવું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.