તાપી જિલ્લાના નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા

Contact News Publisher
તાપી જિલ્લા સેવા સદનના પટાંગણને રંગોળી થકી સુશોભિત કરાયું
—
રંગોળીમાં દ્રશ્યમાન સાંસ્કૃતિક નૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેની રંગેચંગે ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા સેવાસદનના પટાંગણને રંગોળી થકી સુશોભિત કરવામાં આવ્યું છે. જેમાં રંગોથી નિર્મિત કલામાં સાંસ્કૃતિક નૃત્ય દ્રશ્યમાન બની છે. જે લોકોમાં રાષ્ટ્રીય ગૌરવ, સમર્પણની ભાવના, ભારતીય સંસ્કૃતિ અને એકતાનો પરિચય આપે છે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.