તાપી જિલ્લામાં યોજાનાર રાજ્ય કક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી વિપિન ગર્ગે બેઠક યોજી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 20 :- તાપી જિલ્લામાં ૭૬મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો. વીપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તાપી કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ વિવિધ સમિતિઓ જેમ કે, જનમેદની સમિતિ, ધ્વજ વંદન સમિતિ, રહેઠાણ સમિતિ, ભોજન સમિતિ સંદર્ભે લાયઝન અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સુમધુર અને વ્યવસ્થિત રીતે આયોજિત કરવા માટે સમિતિના નોડલો અને સભ્યોને વિવિધ તબક્કાઓ માટે જવાબદારીઓ સોંપી, તંત્રના તમામ વિભાગો સાથે સંકલન સાધવા રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ બેઠકમાં વધુ માર્ગદર્શન અપાતા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડે રુટ સુપરવાઈઝરોની ડ્યુટી, વાલોડ તાલુકાથી વધુંમાં વધુ લોકો આવે,જનમેદની વ્યવસ્થા જળવાય, સમયસર બધા પહોંચી રહે તે મુજબનું આયોજન કરવા,દરેક ઓફિસરોએ પ્રવેશથી લઈ પાર્કિંગ સુધીના સ્થળોની ચકાસણી કરવા,હાજર અધિકારીઓને અન્ય સુવિધાઓ માટે જરૂરી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને આયોજિત તમામ ઉજવણી સફળ બને અને લોકોને શ્રેષ્ઠ અનુભવ મળી શકે તેવા ઉમદા પ્રયાસો કરવા પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.