નવજાગૃતિ શૈક્ષણિક સંકૂલ વ્યારા ખાતે રાષ્ટ્રીય યુવા દીવસ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય , ભારત સરકાર સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર,તાપી અને માય ભારત-તાપી દ્વારા તાપી જીલ્લાના નવજાગૃતિ શૈક્ષણિક સંકૂલ વ્યારા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, મહુવાના મદદનીશ સામાજિક કાર્યકર ખુશીકુમારી પ્રમુખ સ્થાને હાજર રહ્યા હતા. અને બીજેપી યુવા મોરચાના પ્રમુખશ્રી અક્ષયભાઈ પંચાલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. NYV વરુણ રાજપૂતે સ્વામી વિવેકાનંદજીના જીવન પર વક્તવ્ય આપ્યું હતું. અને અક્ષયભાઈ પંચાલ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવનમાં બનેલા પ્રસંગો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતના યશસ્વી પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાયેલ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ માં યુવાઓને સંબોધવામાં આવ્યા હતા. વિકસિત ભારત 2047માં યુવાઓની ભૂમિકા પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેમાં પહેલા ક્રમે આવનાર વિજેતા વસાવા મહેશ્વરી ભાંગભાઈ, બીજા ક્રમે ચૌધરી જીયાકુમારી અજીતભાઈ, ત્રીજા ક્રમે ગામિત એંજલ અરવિંદભાઇ અને ગામિત આર્યન રાજુભાઇને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન DYO સચિન શર્માનાં માર્ગદર્શન હેઠળ થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ સંકુલના શિક્ષિકા પલ્લવીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે શૈક્ષણિક સંકુલના શિક્ષક રિંકેશભાઇ અને નિરવભાઈએ આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.