હોમિયોપેથી મેડિકલ કોલેજ તાડકુવા ખાતે આર.ટી.ઓ., તાપી દ્વારા માર્ગ સુરક્ષા અને ટ્રાફિક જનજાગૃતિ માસ અંતર્ગત સેમિનાર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તારીખ 17. 1. 2025 ના શુક્રવારે સી એન કોઠારી હોમિયોપેથી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વ્યારા ખાતે આર.ટી.ઓ., તાપી દ્વારા માર્ગ સુરક્ષા અને ટ્રાફિક જનજાગૃતિ માસ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આસિસ્ટન્ટ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી ડી. ડી. જારૂ અને ટ્રાફિક શાખાના સબ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર. સૂર્યવંશી એ અકસ્માતના કારણો અને તેનાથી બચવા માટેના વિસ્તૃત માર્ગદર્શન સહિત માહિતી આપી હતી. માર્ગ સુરક્ષા અને ટ્રાફિક જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ એકંદરે ઉપયોગી માહિતી સભર એક મૂલ્યવાન સેમિનાર હતો. આ સેમિનારમાં કોલેજના તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો સદર કાર્યક્રમનું સંપૂર્ણ સંકલન ડોક્ટર જે જે જૈન અને ડોક્ટર સ્વપ્નિલ ખેંગાર દ્વારા ડોક્ટર ભાવિનભાઈ મોદી અને પ્રિન્સિપાલ ડોક્ટર જ્યોતિબેન રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.