સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ૨૦૨૫ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢ ખાતે “ફિશરીઝ ક્ષેત્રે સ્ટાર્ટઅપની અગત્યતાની જરૂરિયાત” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદનુ આજ રોજ આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢના પ્રિન્સિપાલ ડો. મીતા આર. પટેલ અને સિનિયર ફેકલ્ટી ડો. કે. એસ. પીઠાવાલા તેમજ સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે અને તમામ પ્રાધ્યાપકો સાથે ૧૩૦ વિધ્યાર્થીઓ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન ડો. સ્મિત લેન્ડે દ્વારા ફિશરીઝ ક્ષેત્રે સ્ટાર્ટઅપની અગત્યતાની જરૂરિયાત બાબતે નવા સ્ટાર્ટઅપ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.