વ્યારાના આંગણે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ એટ હોમનામનો વિશેષ કાર્યક્રમ રાજદ્વારી શિષ્ટાચાર સાથે યોજાશે
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને તાપી જીલ્લાના પ્રતિષ્ઠિત અગ્રણીઓ વચ્ચે યોજાશે એટ હોમ પ્રોગ્રામ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૧૫. પ્રજાસત્તાક દિનની ઉજવણી બાજીપુરા ખાતે તા.૨૬મી જાન્યુઆરીના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાશે. આ દિવસે રવિવાર હોવાથી વિશાળ જનમેદની થવાની સંભાવના છે. સાથે સાથે આગળના દિવસે તા.૨૫ જાન્યુઆરીના રોજ સાંજે ૭ કલાકે ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે. સંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ધ્વજ વંદનના કાર્યક્રમ જાહેર સમારંભ હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાપી જીલ્લાના તમામ નાગરિકોને આમંત્રણ પાઠવ્યું છે. વિશેષ કાર્યક્રમ તરીકે તા.૨૫ જાન્યુઆરીના રોજ બપોરના સમયે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને એટ હોમ પ્રોગ્રામ યોજાશે. આ કાર્યક્રમ રાજદ્વારી શિષ્ટાચાર સાથે આયોજિત કરવામાં આવશે. આ ત્રણે કાર્યક્રમ માટે તા. ૨૨ અને ૨૩ ના રોજ રીહ્લ્સલ કરવામાં આવશે તેમજ તા.૨૪ના રોજ ગ્રાન્ડ રીહલ્સલ કરવામાં આવશે. તાપી જિલ્લાને આંગણે આવો કાર્યક્રમ પ્રથમ વખત હોઈ સવિશેષ કાળજી લેવામાં આવશે. રાજભવન, ગાંધીનગરના સૌજન્યથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ માટે લાઈઝ્નીંગ અધિકારીઓની નિમણુંક, નિમંત્રણ પત્રિકાઓ, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. સયાજી સર્કલની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પર આ માટે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે.
તમામ મહાનુભાવોની હાજરીમાં પરેડ, માર્ચ પાસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પરેડ, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ, મોટર સાયકલ સ્ટંટ, ડોગ શો, હોર્સ શો, તેમજ પુરસ્કાર અને ટ્રોફી વિતરણ જેવા ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.