નાબાર્ડ દ્વારા તાપી જિલ્લાનો સંભવિત ઋણ પ્લાન નાણાકીય વર્ષ 2025-26નો કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો
નાબાર્ડ દ્વારા ૧૮૬૪ કરોડનો ઋણ પ્લાન રજૂ કરવામાં આવ્યો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.10. નાબાર્ડ દ્વારા રજુ કરવામાં આવેલ તાપી જિલ્લાનો સંભવિત ઋણ પ્લાન નાણાકીય વર્ષ 2025-26 નો કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગ, ડૉ વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન,શાહના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગે જણાવ્યું હતું કે નાબાર્ડ દ્વારા બનાવેલ આ પોટેનશિયલ લિંક ક્રેડિટ પ્લાન થી જિલ્લામાં આવેલ તમામ બેન્કોને ધિરાણ કરવામાં વધુ સુગમતા રહેશે. તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી એન શાહે નાબાર્ડ ના PLP ને ધ્યાને રાખી સખી મંડળને તથા ખેડૂતોને વધુને વધુ ધિરાણ મળી રહે પ્રયત્નો કરવા જણાવેલ હતું.
નાબાર્ડના ડી.ડી.એમ શ્રી ઉત્કર્ષ દેશમુખએ જણાવ્યું હતું કે પીએલપી ના ક્ષેત્રમાં નાબાર્ડ દ્વારા દર વર્ષે જિલ્લાની જરૂરિયાતોનું આકલન કરી અને વિવિધ વિભાગોની માહિતી ભેગી કરી બનાવવામાં આવે છે. તેને આધારે લીડ બેંક વાર્ષિક ક્રેડિટ પ્લાન તૈયાર કરતી હોય છે. તાપી જિલ્લામાં કુલ રૂ. 1864 કરોડ નો PLP વર્ષ આગામી વર્ષ 2025-26 માટે બનાવવામાં આવેલ છે. જેમાં ફાર્મ સેક્ટરને રૂપિયા 1153 કરોડ એટલે કે 61 ટકા વેઇટેજ આપેલ છે. એમ.એસ.એમ.ઇ સેક્ટરને 220 કરોડની રકમનું 11 ટકા વેઈટેજ આપવામાં આવેલ છે. 210 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલન, ડેરી તથા ફિશિરિઝ ઉદ્યોગ માટે પ્લાનિંગ કરવાના આવેલ છે જ્યારે રૂપિયા 280 કરોડ હાઉસિંગ, એજ્યુકેશન, એક્સપર્ટ તથા ગ્રીન એનર્જી જેવા સેક્ટરને ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા, આરસેટી નિયામક શ્રી કિરણ સાતપૂતે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વ્યારાના ચીફ મેનેજરશ્રી ચંદ્રસિંહ કુંવર અને સુરત ડિસ્ટ કો ઓપ બેંક ના મેનેજર શ્રી પોરસ અને FLCC ના અનિલ ગામીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.