તાપી જિલ્લાકક્ષાના કલા મહાકુંભ કાર્યક્રમને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની અધ્યક્ષતામા ખુલ્લો જાહેર કરાયો

Contact News Publisher

કલાવૃંન્દોમાં રહેલ કલા અને કુશળતાને બહાર લાવવા માટે સરકાર કટીબદ્ધ છે- ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૧. વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિધાલય ખાતે આયોજિત બે દિવસીય જિલ્લાકક્ષા કલા મહાકુંભ કાર્યક્રમને આજરોજ ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી તથા નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડની ઉપસ્થિતીમા ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીતે સૌ મહાનુભાવો સહિત તાપી જિલ્લાના સાતેય તાલુકાઓ માંથી ઉપસ્થિત વિવિધ વય જુથના કલાકરો અને વિવિધ સ્પર્ધાઓના નિર્ણાયકશ્રીઓને આવકાર પ્રવચનથી આવકારી લીધા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર કલાવૃંન્દોમાં રહેલ કલા અને કુશળતાને બહાર લાવવા કટીબદ્ધ છે ત્યારે વિવિધ વય જુથના કલાકારોની કલાત્મક પ્રતિભાઓને પ્રગટ કરવા અને તેમના કલા ક્ષેત્રમાં નવું યોગદાન આપવા માટે સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ જેવા કાર્યક્રમો ખૂબ મહત્વના બની રહે છે.

વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતુ કે, આ પ્રકારના આયોજનથી કલાકારોમાં રહેલ ક્ષમતાઓનો વિકાસ થાય છે અને તે પોતાને વધુ સશક્ત અને પ્રતિભાશાળી બનાવી શકે છે.તાપી જિલ્લા કક્ષાનો કલામહાકુંભ કલાકારોમા રહેલ સુસુપ્ત અવસ્થાને ઉજાગર કરવા માટેનું એક સ્ટેજ પુરું પાડશે એમ ઉમેરી સૌ કલાકાર મિત્રો અને નિર્ણાયકોને અભિનંદન પાઠવી પોતાની કલા ક્ષેત્રે ખુબ પ્રગતિ કરવા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

નોધનિય છે કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી ધ્વારા આયોજિત તથા દક્ષિણાપથ વિવિધલક્ષી વિધાલયના સહયોગથી તાપી જિલ્લાકક્ષા કલા મહાકુંભ ર૦૨૪-૨પ તા.૧૧-૦૧-૨૦૨૫ થી ૧૨-૦૧-૨૦૨પના રોજ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય યોજવામાં આવ્યો છે. જેમા રાસ,ગરબા,ચિત્રકલા,નિબંધ,લોકનૃત્ય,સમુહ ગીત સ્પર્ધા જેવી વિવિધ ૨૩ જેટલી સ્પર્ધાયોનો સમવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રંસગે પદ્મ શ્રી રમિલાબેન ગામીત,જિલ્લા યુવા વિકાસ કચેરીના અધિકારી કર્મચારીઓ, નિર્ણાયકશ્રીઓ, શિક્ષકો,તાપી જિલ્લાના સાતેય તાલુકા માથી પધારેલ કલાકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other