રાજ્યપાલશ્રીના અધ્યક્ષતામાં યોજાનાર એટહોમ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી અશોક એમ મહેતાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૭. ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના આંગણે થવાની છે. ત્યારે ૨૬મી જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં સથાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે યોજાનાર એટહોમ કાર્યક્રમના શ્રેષ્ઠ અને સુચારુ આયોજન માટે તાપી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાજભવનથી પધારેલ રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી અશોક એમ.મહેતાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રાજભવન દ્વારા નિમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, રાજભવન સાથે સંકલન તથા સમગ્ર કાર્યક્રમની દેખરેખ સહિતની વિવિધ કામગીરીઓના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી રાજ્યપાલશ્રીના અગ્રસચિવ શ્રી અશોક એમ. શર્માએ જણાવ્યું હતુ કે, એટહોમ કાર્યક્રમના યજમાન તરીકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના છે જેથી તમામ કામગીરી પ્રોટોકોલ પ્રમાણે ગંભીરતા પુર્વક આયોજન,વ્યવસ્થાઓ કરવા અનુરોધ કરવાઅનુરોધ કરવા સહિત કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કાર્યક્રમનું યોગ્ય આયોજન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતુ.
વધુમાં તેમણે સુરક્ષાના ભાગરૂપે રાજ્યપાલના રહેણાંક અને આજુબાજુની વિસ્તારોમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓની ખાસ તૈયારી કરવા,તમામ મહેમાનો માટે પ્રોટોકોલ અનુસાર દરેક વિભાગના અધિકારીઓ દ્વારા તેમની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને એટહોમ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્થાનિક કક્ષાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની કામગીરી મોખરે રહેશે એમ ઉમેર્યું હતું.
બેઠક બાદ એટહોમ કાર્યક્રમના સ્થળ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી સ્થળ નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સુચનો કર્યા હતા.
બેઠકમાં રાજભવન અને સામાન્ય વહિવટી વિભાગ ગાંધીનગરથી પધારેલ પ્રોટોકોલ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન શાહ,જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયા, અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર.બોરડ સહિત એટહોમ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.