ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં ઉન્નત ભારત અંતર્ગત તબીબી તપાસ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉન્નત ભારત અંતર્ગત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં તબીબી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ તથા શારીરિક તકલીફવાળા દર્દીઓને ફિઝીયોથેરાપી સારવાર આપવામાં આપવાનો કેમ્પ યોજાયો હતો. સદર કેમ્પમાં વિદ્યાદીપ યુનિવર્સિટીનાં હોમિયોપેથી વિભાગનાં ડો.પિયુષ ગુજરાતી અને તેમની ટીમ દ્વારા કોબા ગામનાં નાગરિકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાદીપ યુનિવર્સિટીનાં ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ દર્દીઓની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીઓને પ્રાથમિક શાળામાં લાવી ફિઝિયોથેરાપીની સારવાર આપવામાં આવી હતી. ફિઝીયોથેરાપી વિભાગમાંથી ડો.પ્રિસા ભગત અને ડો.મૈત્રી પરમાર અને તેમની ટીમ દ્વારા ખૂબ જ ચીવટપૂર્વક સારવાર આપવામાં આવી હતી.સમગ્ર કેમ્પ દરમિયાન કોબા ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલ અને તેમની ટીમ દર્દીઓને લાવવા લઈ જવા માટે મદદરૂપ થયાં હતાં. પ્રાથમિક શાળાનાં આચાર્ય ડો.ધર્મેન્દ્ર પટેલ તથા સ્ટાફગણે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન વિદ્યાદીપ યુનિવર્સિટીનાં કોમ્પ્યુટર અને આઈ. ટી. વિભાગનાં ઉન્નત ભારતનાં કો-ઓર્ડિનેટર શ્રીમતી હેતલબેન ચાવડા અને જયેન્દ્રસિંહ પરમાર કરવામાં આવ્યું હતું.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other