અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે વીર બાળ દિવસની ઉજવણી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધર્મ પ્રત્યે નિષ્ઠા તથા રાષ્ટ્રપ્રેમ ખાતર બલિદાન આપનારા શીખ ધર્મનાં ગુરુ ગોવિંદસિંહનાં વીર પુત્રો જોરાવરસિંહ તથા ફતેસિંહનાં બલિદાનને યુવા પેઢી યાદ કરે તથા પ્રેરણા મેળવે એ હેતુસર કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે વીર બાળ દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરનાં અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, ઉપાધ્યક્ષ રમણ પટેલ તથા શિક્ષણ સમિતિનાં સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં મુખ્યશિક્ષક ગજેન્દ્ર પટેલે વીર બાળકોની શહાદતનો ઈતિહાસ જણાવ્યો હતો. ઉપસ્થિત સૌએ તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.