તાપી જીલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો
વિકસીત ગુજરાત, વિકસિત ભારતના @2047ના વિઝનને અનુલક્ષીને રોડ મેપ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪. ‘ગૂડ ગવર્નન્સ’ થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે તાપી જીલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ કમ સેમીનાર યોજાયો હતો.
વર્કશોપમાં શ્રી બોરડે જણાવ્યું હતું કે આપણે સૌ સરકારના વિવિધ અંગો છીએ. સરકારની નીતિઓ, કાર્યો અને યોજનાઓનો લાભ સામાન્ય જનતાને લાભ મળે તેમજ જે લોકો મુખ્ય પ્રવાહથી છેવાડાના વિસ્તારમાં રહે છે તે પણ વંચિત ન રહે તે આપણી ઉપ્લભ્ધી છે. રહેઠાણ, વસવાટ, ખોરાક, શિક્ષણ અને આરોગ્ય આટલી પાયાની સુવિધાઓ જન જન સુધી પહોચાડવી એટલે ગૂડ ગવર્નન્સ. વિકાસના ધ્યેયને હાંસલ કરવા માટેની તકો અને પડકારોની ચર્ચા કરવાની સાથે સરકારી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા, સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક ક્ષેત્રના લોકોને મળે તેવી કામગીરી કરવા, લોકોના પ્રશ્નોનું ઝડપથી હકારાત્મક નિકાલ લાવવા અંગે સૌને પોતાની કક્ષાએ કામ કરવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસિસ (Good Governance Practices) અને ઇનિશિએટિવ બાબતે દ્રષ્ટાંતરૂપ ત્રણ બાબતો પ્રાકૃતિક કૃષિ, ડી.જી.વી.સી.એલ.ની સોલાર યોજના તેમજ કામઘેનું યુનિ. દ્વારા એક પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. આ ત્રણ બાબતો અંગે વિવિધ તજજ્ઞો દ્વારા આ વિષયોને લઈને માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ અંગે જણાવવામાં આવ્યું હતું કે પેસ્ટીસાઈડ અને રાસાયણિક ખાતરથી આપણી જમીન ખરાબ થઈ ગઈ છે અને આવનારા સમયમાં કેન્સર જેવા ભયંકર રોગનું પ્રમાણ વધશે માટે આપણી રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને મહત્વ સમજીને તેને પ્રોત્સાહન આપે છે. ડી.જી.વી.સી.એલ. દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના લાભાલાભ જણાવવામાં આવ્યા હતા. રૂફટોપ સોલાર યોજના પર્યાવરણને નુકસાન કરતુ નથી, જાળવણી ખર્ચ નથી તેમજ આર્થિક રીતે લાભકારક છે તેમજ એવા ગ્રાહકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા જેમનું વીજળી બીલ ‘૦’ શૂન્ય આવતું હોઈ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ.અટલ બિહારી બાજપાઈના જન્મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૪થી તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે.
વર્કશોપમાં આરોગ્ય, શિક્ષણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આસીસ્ટન્ટ કલેકટરશ્રી તૃપ્તિ પટેલે કાર્યક્રમને સમાપન કર્યું હતું.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.