સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કિશાન દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ રાષ્ટ્રીય કિશાન દિવસની ઉજવણી કરવામાં આવી. જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વૈજ્ઞાનિક ભા.કૃ.અ.નુ.પ. કેન્દ્રીય મત્સ્યકી શિક્ષા સંસ્થા મુંબઈ ડો. કપિલ સુખદાને હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં ઉદ્ધાટન પ્રસંગે સીઓઈ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા રાષ્ટ્રીય કિશાન દિવસનુ મહત્વ એટલે કે, સદર કાર્યક્રમની દર વર્ષની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાએ પૂર્વ કિશાન નેતા અને પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહજીની જયંતીના નિમિતે કિશાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદર કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લાના ૪૦ ખેડૂતો હાજર રહેલ હતા. કાર્યક્રમનું સૂત્ર સંચાલન ડો. રાજેશ વસાવા વરિષ્ટ સંશોધન સહાય્યક સીઓઈ ઉકાઈ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.