કાંદા ભરેલ ગુણોની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી તાપી જીલ્લા એલ.સી.બી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા . ૧૧ / ૦૫ / ૨૦૨૦ શ્રી , એન . એન ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી જી . તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વ્યારા વિભાગ વ્યારા નાઓએ હલમો નોવેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લામાં પ્રોહી લિસ્ટેડ બુટલેગર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેઓને ત્યાં પ્રોહી રેઈડ કરવા બાતમી હકિકત મેળવી કેસો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે સુચના આધારે આજરોજ શ્રી ડી. એસ. લાડ ઇન્ચાર્જ પો.ઇ.તથા સ્ટાફના અ . હેડ . કોન્સ લેબજીભાઇ પરબતજી બ . નં . ૬૮૦ તથા અ . હેડ . કોન્સ સમીર મદનલાલ બ . નં . ૬૬૯ તથા અ . હે . કો . જગદીશ જોરારામ બ . નં . ૩૮૮ તથા અ હેડ . કોન્સ કર્ણસિહ અમરસિંહ બ . નં ૩૭૬ તથા અ . હેડ . કોન્સ ચેતનભાઇ ગજાભાઇ બ . નં . ૩૬૯ તથા આ પો . કો નિતેશભાઇ જયંતિલાલ બ . નં ૪પ તથા અ . પો . કોન્સ રાજેશભાઇ જુલયાભાઇ બ . નં . ૧૭૫ તથા અ . પો કો કલ્પેશભાઇ જરસીંગભાઇ બ . નં . ૩૭૮ પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં covid – 19 ના નક્કી કરવામાં આવેલ નિતી નીયમોનું પાલન થાય તે રીતે બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ગુના અંગે રેઈડમાં નિકળેલ હતા.
દરમ્યાન સાથેના અ . હેડ . કોન્સ લેબજીભાઈ પરબતજી બને , ૬૮૦ નોઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , એક બોલેરો પીકઅપ ફોર વ્હીલ વાહન નંબર – MH – 39 AD – 0385 ની અંદર કાદાની ગુણો ભરી તેની આડમાં ઇગ્લીશ દારૂ ભરી નવાપુર થી સુરત તરફ જનાર છે . તેવી ચોક્કસ અને પાકી બાતમી હકિકત મળતા મોજે સોનગઢ આર . ટી . ઓ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા અને નવાપુર થી સુરત તરફ જતા વાહનોનું ચેકિંગ કરતા હતા દરમ્યાન બાતમી હકિકતવાળી બોલેરો પીકઅપ ગાડી નંબર – MH – 39 AD – 0385 માં આરોપી મનોજભાઈ ભગવાનભાઈ માળી ઉ . વ ૩૧ રહે . નંદુરબાર છોટા માલીવાડા મહાત્મા ફુલે પુતળા પાસે , ધાનપરા રોડ તા . જી . નંદુરબાર ( મહારાષ્ટ્ર ) તથા તેની સાથેના કલીનર ચન્દ્રશેખર પ્રતાપભાઇ માળી ઉ . વ . ૨૪ રહે . નંદુરબાર છોટા માલીવાડા મહાત્મા ફુલે પુતળા પાસે ધાનોર રોડ તા . જી . નંદુરબાર ( મહારાષ્ટ્ર ) નાંઓને MH – 39 AD – 0385 કિ . રૂ . ૩, ૫૦, ૦૦૦ – માં કાંદાની ગુણ નંગ – ૩૫ જે કુલ ૧૭૫૦ કિલો ગ્રામ કિં . રૂ . ૫૫૦ / – ગણી શકાય જેની આડમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલો ભરેલ બોક્ષ નંગ – ૪૦ કુલ બોટલ નંગ – ૪૮૦ જેની કિ . રૂ . ૧, ૯૨, ૦૦૦ / – તથા મોબાઈલ નંગ – ર કિ . રૂ . ૫૫૦૦ / – મળી કુલ કિ . રૂ . ૫, ૫૨, ૭૫૦ / – ના પ્રોહી મુદ્દામાલ હીરા પેલેસ વાઈન શોપ સ્ટેશન પાસે નંદુરબાર ( મહારાષ્ટ્ર ) માંથી પ્રોહી જથ્થો પુરો પાડનાર ઇસમ પાસેથી કાલુભાઈ જેના પુરા નામની ખબર નથી નાં ઓએ ભરાવી આપતા સદર પ્રોહી મુદ્દામાલ સાહીલ જેના પુરા નામની ખબર નથી જેનો તથા મુલ્લો જેના પુરા નામ ઠામની ખબર નથી નાઓને પહોચાડવા સારૂ લઈ જતા હેરાફેરી કરતા પકડી પાડી મુદ્દામાલા ભરાવી આપનાર તથા મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસને સોંપતા વધુ તપાસ સોનગઢ પોલીસ ઈન્સ્પેકટર નાઓ તપાસ કરી રહેલ છ.
આમ શ્રી ડી. એસ. લાડ ઇન્ચાર્જ પો.ઇ. લોક્લ ક્રાઈમ બ્રાન્ચ જી . તાપી તથા ટીમને મોટા પાયે દારૂની હેરાફેરી થતી રોકવામાં સફળતા મળેલ છે .