મોડેલ સ્કુલ ડોસવાડા ખાતે વિદ્યાર્થીઓને તમાકુનાં વ્યસનથી થતાં શારિરિક, આર્થિક અને સામાજીક નુકસાન વિશે જાગૃત કરાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. સોનગઢ તાલુકાની મોડેલ સ્કુલ ડોસવાડા ખાતે આચાર્યશ્રી આશાબેન ચૌધરી અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં ૨૫૮ જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-બંધારપાડાનાં MPHS શ્રી શૈલેશભાઈ તેમજ સ્ટાફ અને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ-તાપીનાં કર્મચારીઓ દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન તરફ જતા અટકાવવા તેમજ અન્ય પરિવારનાં સભ્યોમાં તમાકુ વ્યસન અટકાવવા માટે આઈ.ઇ.સી. કેમ્પેઇન-જેમ કે તમાકુનાં વ્યસનથી થતાં શારિરિક, આર્થિક અને સામાજીક નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યાં હતા. તેમજ “તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩”નાં કાયદા બાબતે જાગૃતિ આવે એ હેતુસર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમાકુ નિષેધ વિષયક વકતૃત્વ સ્પર્ધા યોજી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. અંતે બાળકોને તમાકુ નિષેધ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ શાળાની આસપાસનાં દુકાનદારોને COTPA-2003 ની કલમ ૬-બ નું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.
0000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other