સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, પેરોલ ફર્લો સ્કોર્ડ, જી.તાપી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ .તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઈને મળેલ સંયુકત બાતમી આધારે ઉચ્છલ સાકરદા બ્રીજ નીચેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- અસ્પાક મેહમુદ શેખ ઉ.વ.૩૦, રહે, બારડોલી રાજીવનગર ગલ્લી નં-૦૨ બસ સ્ટેશનની બાજુમાં તા.બારડોલી જી.સુરત ને તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ તથા એલ.સી.બી. તાપીના એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઇ લીલકિયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.