ઈનર વ્હીલ ક્લબ ઓફ વ્યારાની ઓફિસિયલ ચેરમેન વિઝીટમાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઈનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા આયોજિત આજ રોજ તારીખ – 13/ 12 /24 શુક્રવારના રોજ ક્લબની ઓફિસિયલ ચેરમેન વિઝીટમાં ભવિતાબેન દેવરે પધાર્યા હતા. જેનું આયોજન દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમા દક્ષિણાપથ શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૧ ૦નાં વિદ્યાર્થીઓને દરેક વિષયના અપેક્ષિતના સેટ ડીસ્ટ્રીક્ટ ચેરમેન ભવિતાબેનના હસ્તે આપવામાં આવ્યા હતા. જેમાં ક્લબ પ્રેસિડન્ટ મીનાક્ષીબેન શાહ, સેક્રેટરી ફાલ્ગુનીબેન રાણા, ટ્રેઝરર ફરીસ્તાબેન રાણા, ISO સંગીતાબેન, એડિટર પારુલબેન તથા ક્લબના દરેક સભ્યો હાજર રહ્યાં હતા. જેમાં ક્લબના ISO સંગીતાબેને ઇનર વ્હીલની પ્રાર્થના કરી. ઉર્મિલાબેન ભટ્ટે ગણેશ વંદના કરી. દક્ષિણાપથની બાળાઓએ સ્વાગત નૃત્ય કર્યું. ક્લબ પ્રેસિડેન્ટ મીનાક્ષીબેન શાહે શાબ્દિક તેમજ પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ફાલ્ગુનીબેન રાણાએ અત્યાર સુધીના કરેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો. વંદનાબેન વાણીએ ચેરમેન ભવિતાબેનનો પરિચય કરાવ્યો હતો . ચેરમેન ભવિતાબેને પોતાના વક્તવ્યમાં ક્લબની કામગીરીને બિરદાવી, ક્લબની બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને કાર્ય કરવાની નવી દિશા બતાવી . ક્લબ એડીટર પારુલબેને બનાવેલા “વિહાર” બુલેટિનનું ભવિતાબેનના વરદહસ્તે વિમોચન કરવામાં આવ્યું. અંતમાં કાર્યક્રમની આભારવિધિ પારુલબેન ગાંધીએ કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન મેઘલબેન વ્યાસે કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.