કુકરમુંડા તાલુકાના મોરંબા, ખાલસાપાડા ગામના જરૂરીયાતમંદોને C.R.F.I. ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર) : તા. ૮/૫/૨૦૨૦ની રોજે કુકરમુંડા તાલુકાના મોરંબાગામ, ખાલસાપાડા ગામના જરૂરિયાત મંદ ૨૦થી વધુ અને અન્ય ગામોમાં કુલ ૬૦ ગરીબ પરિવારોને c.r.f.i ટ્રસ્ટ તરફથી ચોખા, તેલ, દાળ, લોટ વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલતા સમગ્ર વિશ્વામાં covid ૧૯ જે આખા વિશ્વામાં હાહાકાર મચાવ્યો છે. દરેક દેશોમાં એની અશર પહોંચી છે. ત્યારે ભારત જેવા દેશમાં પણ કોરોના વાઇરસની બીમારીની લીધે હજારો લોકો સનક્રમિત થયા છે. ત્યારે ઘણા બધા ગરીબ લોકોનો રોજગારી છીનવાય ગયી છે.લોકોને ખાવાની ઘણી બધી તકલીફ સર્જાય રહી છે. એવા સમયમાં c.r.f.i સંસ્થા દ્રારા આ covid ૧૯ જેવી મહામારીમાં ગરીબ લોકો જે એનાથી અસરગ્રસ્ત થયા છે. તેમને આ સંસ્થા દ્રારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. તેમજ આ બીમારીથી કેવી રીતે સાવચેતી રાખવી તે પણ માહિતી લોકોને આપવામાં આવ્યું. ઘણા બધા ગામોમાં આ સંસ્થા દ્રારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ છે.c.r.f.i સંસ્થના કાર્ય કરતા:પ્રકાશભાઈ માનસિંગ વસાવા, સુધમભાઇ અર્જુનભાઈ વળવી અને મેહુલભાઈ પાડવી પીપલાપાડાના સહયોગથી આ સેવા કાર્ય પૂરું કરવામાં આવ્યું. અનાજની કીટ વિતરણ કરી આ સંસ્થાએ માનવતાનું ઉત્તમ ઉદ્ધરણ આપ્યુ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *