ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળાનાં 104 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કમરોલી ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થાપનાનાં 104 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ દિનની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાનાં બાળકો, વાલીજનો, શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળા પટાંગણમાં એકત્રિત થઈ ઉત્સાહભેર કેક કાપી આનંદ વ્યક્ત કર્યો હતો. શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શ્રીમતી જ્યોતિબેન મગનભાઈ પટેલ કે જેઓ ગામનાં ધોરણ 1 થી 5 નાં બાળકોનું ખૂબ જ નિષ્ઠાપૂર્વક ઉજ્જવળ ભવિષ્ય ઘડી રહ્યાં છે તેમણે આ તકે બાળકોનાં સર્વાંગી વિકાસ માટે પરસ્પર સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. અંતમાં ઉપસ્થિત સૌએ શાળા એ માત્ર ચાર દિવાલો નથી પરંતુ તે ગામની પ્રાણશક્તિ છે એવો ભાવ પ્રકટ કરી શાળાની પ્રગતિ માટે જરૂરી સહયોગની ખાતરી આપી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.