મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘બાળ લગ્ન એક અભિશાપ’ વિષય પર સેમિનાર યોજાયો

Contact News Publisher

તાપી જિલ્લામાં બાળ લગ્નનું પ્રમાણ 25.3% છે.

_

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.12. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી તેમજ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક સહ સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા ડો.આંબેડકર હોલ વ્યારા ખાતે બાળ લગ્ન એક અભિશાપ વિષય પર એક જાગૃતિ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો.

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ સંદર્ભે યોજાયેલા આ સેમિનારમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ધાર્મિક સંગઠનોના વડા, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઇશ્વરભાઈ ગામીત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કમલેશ પંચાલ તેમજ જીમી મહેતા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના પટેલ, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી એસ.વી રાઠોડ, ડોસવાડા મોડલ સ્કૂલના આચાર્ય શ્રી આશા ચૌધરી, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી વી.એન ગામીત, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ સરિતાબેન પરમાર તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનબહેને જણાવ્યું હતું કે આ વિભાગ અને કચેરી મહિલાઓની સામાજિક, આર્થિક અને કાયદાકીય સલામતી માટે છે. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ 181 જેવી સુવિધાઓ અંગે મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે હવે તો 181 પર કોલ કરીને મહિલાઓ વ્હાલી દીકરી યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ, ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓની માહિતી પણ મેળવી શકો છો.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી રાઠોડે જણાવ્યું હતું કે દર 100 લગ્નમાંથી ચોથા ભાગના લગ્ન બાળ લગ્ન હોય છે. હજુ પણ સમાજ માં આ બડી નષ્ટ નથી થઈ. આપણા તાપી જિલ્લામાં પણ બાળ લગ્નનું પ્રમાણ 25.3% છે જે ખૂબ જ શરમજનક કહેવાય. આપણે બાળ લગ્નો થતા અટકાવવા જોઈએ. વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે બાળ લગ્ન કરવાથી, મદદ કરવાથી કે તેમાં સહયોગ આપવાથી પણ ગુનો બને છે.

000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *