ઓલપાડની ક્લસ્ટર રિસોર્સ સેન્ટર સાયણ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ભેટ સ્વરૂપે સાંસ્કૃતિક ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા

ભારત વિકાસ પરિષદ, સૂર્યનગરી શાખા દ્વારા સરાહનીય સખાવત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સાયણ સંલગ્ન તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભારત વિકાસ પરિષદ, સૂર્યનગરી શાખા (સુરત) દ્વારા સાંસ્કૃતિક ડ્રેસ વિતરણ કાર્યક્રમ અત્રેની સાયણ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. યજમાન શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગતગીત રજૂ કર્યા બાદ સાયણનાં કેન્દ્રાચાર્ય સેજલબેન રાઠોડે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદનાં મંત્રી રંજનાબેન પટેલ, ખજાનચી નીનાબેન દેસાઈ સહિત ઉપસ્થિત સભ્યગણ નરેશ પટેલ, અમિષા ટપાલી, હેમા સોલંકી, બેલા પટેલ, ભાનુ પટેલ, લક્ષ્મી બાબરીયા, દક્ષા મેવાવાલા,નીતા લાકડાવાલા, કપિલાબેન તથા નયનાબેને સ્વહસ્તે ઉપસ્થિત કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં બાળકોને/મુખ્યશિક્ષકોને ભેટ સ્વરૂપે ડ્રેસ વિતરણ કર્યા હતાં. આ તબક્કે બાળકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપશિક્ષિકા મિરલ પટેલે કર્યું હતું. અંતમાં સાયણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલ દ્વારા તમામ શાળા પરિવાર વતી સખાવતી સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.