ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલે જિલ્લા કક્ષાનાં ભૂલકાં મેળામાં સર્જનાત્મક કૃતિમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોનાં સર્વાગી વિકાસનું આંકલન થાય છે. આ સાથે વાલીઓને તેમની બાળ ઉછેરમાં ભૂમિકા પણ સમજાવવી જરૂરી બને છે. આ માટે બાળકોનાં સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ આંગણવાડીનાં અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી જે જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવાના સાધનોને રમતો બનાવી પ્રદર્શન રૂપે વાલીને માહિતી આપાય છે. જે અંતર્ગત બાળકોને આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે રસ અને ઉત્સાહ કેળવાય તે માટે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવે છે.
આંગણવાડીમાં ૩ થી ૬ વર્ષનાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિ દ્વારા શિક્ષણ અપાય છે તે હેતુસર ભૂલકાં મેળામાં અભિનયગીત, બાળગીત, ઉખાણાં, વાર્તા અને ‘પપેટ શો’ જેવી અભ્યાસક્રમની થીમ આધારિત સર્જનાત્મક કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં કૌશિકા પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ટકારમા ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.