નેહરુ યુવા કેન્દ્ર-સુરત (તાપી) અને માય ભારત- સુરત (તાપી)ના માધ્યમથી તાપીમાં આઈ.ટી.આઈ. ખાતે સંવિધાન દિવસ કાર્યક્રમનું આયોજન

Contact News Publisher

આ કાર્યક્રમમાં લગભગ ૧૫૦થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના “નેહરુ યુવા કેન્દ્ર-સુરત (તાપી)” અને “માય ભારત-સુરત (તાપી)” ના માધ્યમથી તાપીમાં આઈ.ટી.આઈ.માં તારીખ:૨૬ નવેમ્બર ૨૦૨૪ ના રોજ “સંવિધાન દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લગભગ ૧૫૦ થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સૌપ્રથમ સંવિધાન દિવસનું મહત્વ તેમજ ભારત વર્ષના મહાન ક્રાંતિકારી ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના જીવન ચરિત્ર વિશે ઉપસ્થિત યુવાઓને માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમને અનુલક્ષીને આવેલા યુવાનો સાથે શપથ વિધિ કરવામાં આવી તેમજ અલગ અલગ કાર્યક્રમ જેવા કે ક્વિઝ સ્પર્ધા, સેમીનાર, પદયાત્રા, સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે કેન્દ્ર સરકારના માય ભારત પોર્ટલની કાર્યપ્રણાલી તથા તેના લાભો વિશે પણ યુવાઓને માહિતગાર કરી તેમને માય ભારત પોર્ટલ પર પંજીકૃત પણ કરવામાં આવ્યા અને યુવાનોને “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” સંબધિત માહિતી આપી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. ના આચાર્યશ્રી, શિક્ષક સ્ટાફ તેમજ એડ. મોહિત ડીંડોરકરની ઉપસ્થિતિમાં યુવાઓ સાથે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નહેરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ NYV (Ministry of Youth Affairs and Sports – Govt. of India) વરુણ રાજપૂત અને વંદના ગામીત દ્વારા કરવામાં આવેલું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other