તાપી જિલ્લા સેવા સદન અને સમગ્ર જીલ્લાની મહત્વની કચેરીઓમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન પ્રતિજ્ઞા લેવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૬. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરુ કરવામાં આવેલ છે. બાળ લગ્ન એ માનવ અધિકારોના ઉલ્લંઘનના સૌથી ખરાબ સ્વરુપોમાંનું એક સ્વરૂપ છે. આપણા ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે આવા અનેક કારણો અવરોધક છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે સમગ્ર ગુજરાતની સાથે તાપી જીલ્લામાં પણ બાળવિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત, નગર પાલિકા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી, ચિલ્ડ્રન હોમ, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી જેવી મહત્વની કચેરીઓ/ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓએ કલેકટર સભા ખંડમાં ભારતને બાળ વિવાહ મુક્ત કરવા માટેના શપથ લીધા હતા. નિવાસી અધિક કલેકટરશ્રીની અધ્યક્ષતામાં આ શપથ લઈ સૌએ ભારતને બાળ વિવાહના ભરડામાંથી આપણા દેશને બહાર કાઢવા માટેના અભિયાનમાં સૌ જોડાયા હતા. જિલ્લા સેવા સદન ઉપરાંત તમામ ૭ તાલુકાઓની મામલતદાર કચેરીઓ, ડીજીવીસીએલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ વગેરે સ્થળો પર આ પ્રકારની પ્રતિજ્ઞા લેવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *