ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળાની કૃતિ જીલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં ભાગ લેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો સિધ્ધિ પટેલ અને શિવ પટેલ દ્વારા વિજ્ઞાન શિક્ષિક ચિરાગ પટેલનાં માર્ગદર્શન હેઠળ નિર્મિત કૃતિ સ્માર્ટ એન્ડ નેચરલ ફાર્મિંગ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ જાહેર થતાં આ કૃતિ હવે ચાલુ સપ્તાહે વિદ્યાદીપ યુનિવર્સિટી, અણીતા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળાનાં ત્રીજા વિભાગ (પ્રાકૃતિક ખેતી)માં ભાગ લઈ ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
શાળા સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, કેન્દ્વાચાર્યા જાગૃતિ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલે બંને બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષિકને અભિનંદન પાઠવવા સાથે આ કૃતિ જિલ્લા કક્ષાએ પણ વિજેતા બને એવી શુભેચ્છા પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.