કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પોકસોના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી ડીટેઇન કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ. શ્રી જે.બી. આહિર, એલ.સી.બી., જી.તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ બાતમી આધારે વ્યારાના ઇન્દુ બ્રીજ પાસેથી કાકરાપાર પો.સ્ટે.મા નોંધાયેલ ધ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ સને-૨૦૧૨ ની કલમ-૧૨, ૧૮ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને તા.૨૩/૧૧/૨૦૨૪ ના રોજ ડીટેઇન કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી, એન.જી.પાંચાણી એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી જે.બી. આહિર, એલ.સી.બી., જી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ બારીયા તથા અ.હેડ.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. અરૂણભાઇ જાલસીંગભાઇ તથા અ.પો.કો. રોનક સ્ટીવન્સનએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.