ગુજરાત રાજ્ય મહિલા અને બાળવિકાસ વિભાગ પ્રેરિત આઈ.સી.ડી.એસ. શાખા સુરત દ્વારા ભૂલકા મેળો 2024 નું આયોજન કરવામાં આવ્યું
ભૂલકાંઓનાં શિક્ષણમાં નવીનતા અને સરળતા લાવવાનાં મૂળભૂત હેતુસર ભૂલકાં મેળાનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લાનાં ધી માંડવી એજ્યુકેશન સોસાયટી ઓડિટોરિયમ હોલ, માંડવી ખાતે જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા, સુરત દ્વારા ભૂલકા મેળો 2024 યોજવામાં આવ્યો હતો. દરિયાબેન વસાવા (અધ્યક્ષ મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ જિલ્લા પંચાયત, સુરત)ની વિશેષ ઉપસ્પટેલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં રોહિતભાઈ પટેલ (સદસ્ય જિલ્લા પંચાયત, સુરત), બિપીનભાઈ ચૌધરી ( સદસ્ય જિલ્લા પંચાયત, સુરત), કમલેશભાઈ ચોધરી (કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયત, માંડવી), રાધિકાબેન ગામીત (ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર, સુરત ગ્રામ્ય), રાજ્ય કક્ષાએથી શીલાબેન ગોધારી અને અર્ચના પુરોહિત (સ્ટેટ પી.એસ.ઈ.) તથા જિલ્લા કક્ષાએથી ખ્યાતિબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર કાર્યક્ર્મ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં હેતુ અનુસાર અત્રે ટી.એલ.એમ. નિદર્શન, વાનગી નિદર્શન અને હરીફાઈ, નાના ભૂલકાંઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઘટક પી.એસ.ઈ. દ્વારા અભ્યાસક્રમની થીમ આધારિત સર્જનાત્મક કૃતિ બનાવવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને અંતે બેસ્ટ કૃતિ, નાના બાળકોની બેસ્ટ સાંસ્કૃતિક કૃતિ તથા સર્જનાત્મક કૃતિ માટે પ્રથમ પાંચ ક્રમાંક જાહેર કરી તેમને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.