સુરતની ” છાંયડો” સંસ્થા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંચોલ ખાતે દિવ્યાંગ લાભાર્થીને સાધન સામગ્રી વિતરણ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરતની ” છાંયડો” સંસ્થાના પ્રમુખ શ્રી ભરત ભાઈ શાહના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંચોલ તા. ડોલવણ જિ તાપી મુકામે રાખવામાં આવ્યો હતો આ કેમ્પ માં ક્યાયેલા હાથ વાળા કુલ ૧૮ લાભાર્થીને, કપાયેલા પગ વાળા કુલ ૧૨ લાભાર્થીને અને બાકી ના ૨૪ દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલ, ધોડી, વોકર, એમ કુલ ૫૪ દિવ્યાંગ લાભાર્થીને સાધનો આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તાપી જીલ્લા ના RCHO ડૉ. ભાર્ગવ દવે સર તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી વ્યારા ડૉ. પ્રણય પટેલ સર તથા મેડિકલ ઓફિસરશ્રીઓ અને તમામ આરોગ્ય નો સ્ટાફ તથા રોટરી કલબ ઓફ વ્યારા ના પ્રમુખશ્રી અને સભ્યો તથા ર્ડા અરવિંદભાઈ પટેલ આર્શિવાદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને વ્યારા મેડિકલ એસોસિએશન તરફ થી ડૉ. શાંતિલાલ ચૌધરી તથા છાંયડો ટ્રસ્ટના શ્રી વાસવભાઈ દેસાઈ, મુકેશભાઈ શાહ તથા તેમની ટીમ ‘ તથા આરોગ્ય વિભાગ તરફથી શ્રી રાકેશભાઈ પટેલ, ડૉ નિકુંજ ચૌધરી , ડૉ. દિપ્તી બેન વસાવા, ડૉ. કલ્પેશ ચૌધરી અને પંચોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ, CHO, RBSK ટીમ ડોલવણ તાલુકો હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઇઝરશ્રી રાજેશ ભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.