મઢી સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણ સીઝન 2024 -25 ની શરૂઆત કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની આજરોજ તા.12/11/24 ને મંગળવાર દેવઉઠી અગિયારસ શુભ દિવસે સિઝન 2024- 25 ની શરૂઆત સંસ્થાના પ્રમુખ શ્રી સમીરભાઈ.સી. ભક્ત સાહેબના તથા તેમના ધર્મ પત્નીના વરદ હસ્તે શાસ્ત્રોકત પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણે સાહેબ તથા સંચાલકોની ઉપસ્થિતિમાં આજરોજ સવારે 9:30 થી પૂજા વિધિ કરી 2024-25 ની પીલાણ સીઝનની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. નવા વર્ષની પીલાણ સીઝનમાં મઢી સુગરમાં 18,383 એકર શેરડી રોપાણ અને લામ શેરડી 11244 એકર મળીને કુલ 29,627 એકર સંસ્થા માં નોંધાયેલ છે. આગામી સિઝનમાં 10.00 લાખ મેટ્રીક ટન કરતા વધારે શેરડી પિલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેવા ઉદેશથી નવી સિઝનની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ સંસ્થામાં પહેલા નંબર પર આવેલ ટ્રક ડ્રાઈવરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ઇનામ આપવામાં આવેલ હતા. સંસ્થાના પ્રમુખશ્રીએ નવા પીલાણ સીઝન ની સભાસદ ભાઈઓ તથા સંચાલકશ્રી અને કામદાર કર્મચારીઓ સંસ્થાની પ્રગતિમાં બધા પૂરક હોય છે. જેથી તમામે સાથ સહકાર આપી અને સંયમથી એકબીજાના સહભાગી થઈ આપણે જે લક્ષ્યાંક રાખ્યો છે તે હાંસલ કરવાનો અનુરોધ કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other