મહારાષ્ટ્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે દારૂ કે તેના જેવા બીજા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ
તાપી જિલ્લામાં ‘ડ્રાય ડે’ જાહેર કરવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 0૬ :- તાપી જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલ છે. આગામી ૨૦ મી નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. આર.બોરડે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને મતદાન મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે મતદાન દરમિયાન જિલ્લામાં દારૂ કે તેના જેવા બીજા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્દ કર્યું છે.
જાહેરનામા મુજબ, મહારાષ્ટ્ર રાજ્યમાં તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને જિલ્લામાં મતદાનનો સમય પુરો થવાના કલાક સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકના સમયને “ડ્રાય ડે” જાહેર કરવા અંગે ઉલ્લેખ છે. જેમાં ફેર મતદાન (જો થાય તો) નો દિવસ પણ આવરી લેવાશે. ઉપરાંત મતગણતરી એટલે કે, તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના દિવસને પણ આવરી લેવાશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.