સુરેન્દ્રનગર જીલ્લાના લખતર મામલતદારને NPCના નેજા હેઠળ માહિતી ખાતાના નિનેશ ભાભોર વિરૂધ્ધ આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ તારીખ 30/10/24 ના રોજ સવારે 11:30 કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
નેશનલ પ્રેસ એસોસિએશનના સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીશ્રી વિજય જોષીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી નીચે મુજબની માંગ કરાઈ છે. તાપી જિલ્લા માહિતી નિયામક અધિકારી નિનેશ ભાભોર દ્વારા વિકલી પેપર ના તંત્રીઓની સામે ખોટા આક્ષેપો કરે છે. સરકારી માહિતી whatsapp ગ્રુપમાં ખોટા ખોટા પત્રકારોને વિરુદ્ધ બદનામ કરવાના મેસેજો ફોરવર્ડ કરે છે. પત્રકારોને ખોટી રીતે બદનામ કરીને નુકસાન કરતા આવેલ છે. તંત્રીઓને પેપર બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા આવેલ છે. આવા ભ્રષ્ટ અધિકારી પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી સરકારશ્રી અને માહિતી ખાતાને પણ બદનામ કરી નુકસાન કરે છે. તાપી જિલ્લાન હાલના માહિતી અધિકારી તાપી જિલ્લામાં પત્રકારોમાં અંદરો અંદર વિવાદ ઊભો કરાવે છે. આવા કાયમ માટે વિવાદિત અધિકારીથી તાપી જિલ્લાના તમામ પત્રકારો ત્રાસી ગયા છે અને તાપી જીલ્લાના માહિતી નિયામક નિનેશ ભાભોરની વહેલી તકે બદલી કરવામાં આવેની માંગ સાથે પત્રકારોએ આજરોજ આવેદનપત્ર આપ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.