વ્યારા નગરપાલિકા દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા આયોજીત દિવાળી તહેવાર નિમિત્તે તા. ૨૮/૧૦/૨૦૨૪ સોમવારનાં રોજ રંગોળી સ્પર્ધા યોજાયેલ હતી જેમાં નિર્ણાયક તરીકે શ્રી મિલિન્દભાઇ જે. જોષી તથા શ્રી તુષારભાઇ દિનેશભાઇ રાણા અને એનાઉન્સર તરીકે શ્રીમતી રશ્મીબેન જોષી એ સેવા આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં વ્યારા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી નિલમબેન જી. શાહ, સંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી દ્રષ્ટિબેન સી. અલમૌલા, શ્રી પરેશભાઇ શાહ, શ્રી મૃણાલભાઇ વાય. જોષી વિગેરે સભ્યોશ્રી વિવિધ શેરીઓમાં રંગોળી સ્પર્ધામાં રહેલ રંગોળી સ્પર્ધકોને ત્યા જઇ સ્પર્ધાની શરૂઆત થઇ હતી, રંગોળી સ્પર્ધામાં કુલ ૧૧ સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં મીંડાવાળી રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રીમતી દિપીકાબેન સુનિલભાઇ સોની કણબીવાડ, દ્વિતિય ક્રમે જલ્પ સંજયકુમાર કોરડીયા રામ કબીર સોસાયટી અને ફ્રી હેન્ડ રંગોલી સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રીમતી સોનલ નિમેષભાઇ સોની હનુમાન ગલી દ્વિતિય ક્રમે મીરા રીકુલકુમાર ભક્તા – રામ કબીર, તૃતિય ક્રમે અપેક્ષા ચારુલબાબુ દેસાઇ – કોટ ને સ્પર્ધાના અંતે ઇનામ વિતરણ વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી – શ્રી રીતેશભાઇ એચ. ઉપાધ્યાય, ઉપપ્રમુખ શ્રીમતી નિલમબેન જી. શાહ, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી દ્રષ્ટિબેન સી. અલમૌલા, શ્રી પરેશભાઇ શાહ, શ્રી મૃણાલભાઇ વાય. જોષી સાંસ્કૃતિક સમિતિનાં મંત્રી શ્રી મહેશભાઇ કે. સોનાર, વિગેરે સભ્યોશ્રી દ્વારા સ્પર્ધકોને ઇનામ આપવામાં આવેલ હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના મંત્રીશ્રી મહેશ કે. સોનાર તથા વ્યારા નગરપાલિકાના કર્મચારી ગણ દ્વારા કરવામાં આવેલ.
ઇનામ વિતરણ કાર્મક્રમ નગરપાલિકાનાં સભાખંડમાં રાખવામાં આવેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.